loader

Breaking News


Home > National > પેટ્રોલ - ડીઝલમાં ભડકો, દિલ્હીમાં ૪૮ પૈસાનો વધારો


Foto

પેટ્રોલ - ડીઝલમાં ભડકો, દિલ્હીમાં ૪૮ પૈસાનો વધારો

Sept. 7, 2018, 4:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં લીટરદીઠ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૭૯.૯૯ રૂપિયા સુધી છે. પેટ્રોલની કિંમતમાં દિલ્હીમાં ૪૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ડિઝલની કિંમત પણ નવી ઉંચી સપાટી પર છે.દિલ્હીંમાં ડિઝલની કિંમત ૫૨ પૈસા વધીને ૭૨.૦૨ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

કોલકત્તામાં પેટ્રોલ ૪૭ પૈસા મોંઘુ થઇને હવે ૮૨.૮૮ સુધી પહોંચી ગયુ છે. આવી જ રીતે ડિઝલ ૫૨ પૈસા વધીને ૭૪.૯૨ સુધી ઉંચે પહોંચી ગયુ છે. ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત ૫૧ પૈસા વધીને ૮૩.૧૩ રૂપિયા થઇ ગયુ છે. આવી જ રીતે ડિઝલ ૫૬ પૈસા વધીને ૭૬.૧૭ રૂપિયા થઇ ગયુ છે. ાpડીઝલની કિંમતમાં સતત થઇ રહેલો વધારો મુશ્કેલીમાં મુકે છે. ક્રુડ ઓઇલની કિંમત પણ વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે.

સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કિંમતોમાં વધારો મોદી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે. આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીતે જવાબદાર છે પરંતુ ભાવમાં વધારાને કાબુમાં લેવા માટે સરકારને પગલા લેવાની જરૂર દેખા રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં અવિરત વધારો કરવામાં આવી રહ્યો છે. ૧૬મી ઓગસ્ટ બાદથી હજુ સુધી પેટ્રોલની કિંમતમાં બે રૂપિયાથી વધારેનો વધારો કરાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં ૨.૪૨ રૂપિયા પ્રતિલીટરથી વધુનો વધારો કરવામાં આવ્યો છે.