loader

Breaking News


Home > National > TDP વિકાસ યોજનાઓ પર ધ્યાન આપે : રાજનાથસિંહ


Foto

TDP વિકાસ યોજનાઓ પર ધ્યાન આપે : રાજનાથસિંહ

July 21, 2018, 3:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ વેળા ઉગ્ર ચર્ચા થઇ હતી. જુદા જુદા પક્ષોના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સીપીઆઈના સાંસદ મોહમ્મદ સલીમે લોકસભામાં કહ્યું હતું કે, સરકાર સ્વદેશી એજન્ડા સાથે સત્તામાં આવી હતી પરંતુ હવે દરેક ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈ અને દરેક ક્ષેત્રમાં ખાનગીકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

બીજી બાજુ એનસીપીના સાંસદ તારીક અનવરે કહ્યું હતું કે દેશની જનતા આ બાબતને લઇને ઇંતજાર કરી રહી છે કે, આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવું જ છે. તારીક અનવરે કહ્યું હતું કે, મોબ લિંચિંગ પર રાજનાથ સિંહનું નિવેદન મુક સમર્થન છે. આજ કારણસર સુપ્રીમ કોર્ટને આ મુદ્દે દરમિયાનગીરી કરવી પડી છે. બીજી બાજુ એલજેપીના નેતા રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની બાબત દેશના લોકોને સમજાઈ રહી નથી. સ્વચ્છ ભારત અભિયાન, વિજળીકરણ પર સરકારની નીતિઓને પાસવાને રજૂ કરી હતી.