loader

Breaking News


Home > Gujarat > ગેરકાયદેસર દબાણ દૂર થતા શહેરીજનોએ પહેલીવાર અમદાવાદમાં ખુલ્લા રસ્તા હોવાનો અહેસાસ કર્યો


Foto

ગેરકાયદેસર દબાણ દૂર થતા શહેરીજનોએ પહેલીવાર અમદાવાદમાં ખુલ્લા રસ્તા હોવાનો અહેસાસ કર્યો

Aug. 15, 2018, 12:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટનાં મહત્વનાં નિર્દેશો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રની સંયુકત ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશ આજે સતત કાર્યરત રહી હતી. અમદાવાદ શહેરમાં રહેતા રહીસોનું આ અંગે કહેવુ છે કે અમે પહેલાવાર અમદાવાદમાં આટલા પહોળા રોડ-રસ્તાઓ જોયા છે. અમે જોઇને ચોંકી ગયા છીએ કે અમદાવાદમાં આટલા ગેરકાયદેસર દબાણ હતા.



અમ્યુકો તંત્ર અને પોલીસ તેમજ ટ્રાફિક વિભાગનાં સ્ટાફ દ્વારા ગઇકાલે શહેરનાં શ્યામલ, શાહીબાગ, ઢાલગરવાડ, પ્રહલાદનગર સહિતનાં વિસ્તારોમાં ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામો, દબાણો અને અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી નોંધનીય વાત એ હતી કે, અમ્યુકો સત્તાધીશો દ્વારા મેઘાણીનગરમાં અસારવા બેઠકથી જીતેલા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓફિસ બહારનું ગેરકાયદેસરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમ જ ટ્રાફિક શાખાના જવાનો સાથે રવિવારે રજાના દિવસે પણ પોતાની ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. જેમાં સરખેજમાં ૫૪ ગેરકાયદેર પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તો, શહેરના ઢાલગરવાડ વિસ્તારમાં પણ ડીસીપી કક્ષાનાં અધિકારી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓને સાથે રાખીને અમ્યુકો તંત્ર દ્વારા મોટાપાયે દબાણો અને ગેરકાયદે અતિક્રમણ દૂર કરી અહીંનાં સાંકડા રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. જો કે સમગ્ર કામગીરીને જોતા શહેરીજનોમાં સમર્થનની ભાવના જોવા મળી રહી છે.