loader

Breaking News


Home > National > લોકો હવે રેલ્વે કરતા હવાઇયાત્રા કરવાનું વધુ પસંદ કરે છે : સર્વે


Foto

લોકો હવે રેલ્વે કરતા હવાઇયાત્રા કરવાનું વધુ પસંદ કરે છે : સર્વે

Oct. 27, 2018, 10:24 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આપણા દેશમાં મોટા ભાગનાં લોકો રોજ રેલ્વે યાત્રા કરે છે પરંતુ શું તમે જાણો છો કે આજે લોકો હવાઇયાત્રાને વધુ પસંદ કરી રહ્યા છે. હવાઇયાત્રા વધારે ફાયદાકારક બન્યો હોવાથી છેલ્લાં પાંચ વર્ષમાં રેલવેનાં પ્રવાસીઓ એરલાઇન્સ તરફ વળ્યા હોવાનું આર્થિક સર્વેક્ષણ ર૦૧૭-૧૮નાં ડેટા પરથી જાણવા મળે છે. ર૦૧૬-૧૭માં પૂરા થયેલા પાંચ વર્ષમાં રેલ્વેનાં પ્રવાસીઓનો વૃદ્ધિદર દર વર્ષે સરેરાશ ૦.ર૬ ટકા ઘટયો હતો એમ સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વે ર૦૧૭-૧૮માં જણાવવામાં આવ્યું છે.



જ્યારે તેની સામે ડોમેસ્ટિક એર પેસેન્જરની સંખ્યા દર વર્ષે ૧૦ ટકાનાં દરે વધી હતી એમ ઉડ્ડયન ઉદ્યોગનાં નિયમનકારી જૂથ ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)નાં ડેટા પરથી જાણવા મળે છે. આમ થવાનું મુખ્ય કારણ રેલ્વે અને એરલાઇન્સનાં ભાડાં વચ્ચેનાં તફાવતમાં થયેલો ઘટાડો છે. જેમ કે, મુંબઇ-દિલ્હીની એસી-૩ ટાયરની ટ્રેન ટિકિટ રૂ.રપ૦૦માં મળે છે અને આ પ્રવાસ પૂરો કરવામાં ૧૭ કલાક લાગે છે. પણ તમે આ રૂટની એરટિકિટ એક મહિના પહેલાં બૂક કરાવો તો તે પણ રૂ.રપ૦૦ની આસપાસ મળી જાય છે એમ ટ્રાવેલ પોર્ટલ મેક માઇ ટ્રીપ જણાવે છે.

ડોમેસ્ટિક એરલાઇન્સે યુવા વર્ગને આકર્ષવા માટે નાણાંકીય વર્ષ ર૦૧૧- ૧રથી ર૦૧૬-૧૭ની વચ્ચે અવેલેબલ સીટ કિલોમીટર (એએસકે)માં દર વર્ષે ૮ ટકાનો વધારો કર્યો હતો. એએસકેનાં આધારે કંપની કેટલા પેસેન્જરને લઇ જવાની ક્ષમતા ધરાવે છે તે જાણી શકાય છે. આ પગલાંને કારણે, ઇન્ડિગોની સરેરાશ ટિકિટ કિંમત ર૦૧૧-૧રથી દર વર્ષે ૧ ટકા ઘટીને ર૦૧૬- ૧૭માં રૂ.૩૭ર૧ થઇ છે. રેલ્વે વિભાગે પેસેન્જર રેવન્યુ ગ્રોથને વેગ આપવ માટે ભાડાંમાં વધારો કર્યો છે. ર૦૧૧- ૧રથી ર૦૧૬-૧૭ દરમિયાન તેના પેસેન્જર રેવન્યુ ગ્રોથ ૧૦ ટકા નોંધાયો હતો જયારે સરેરાશ રેટ/કિલોમીટરમાં ૮ ટકાના સીએ-જીઆરએ જયારે કપાયેલા અંતરમાં માત્ર બે ટકાનો વધારો થયો હતો.