loader

Breaking News


Home > Health > દારૂ પીતો વ્યક્તિ વજન ઘટાડવામાં સફળ રહે છેઃ અભ્યાસ


Foto

દારૂ પીતો વ્યક્તિ વજન ઘટાડવામાં સફળ રહે છેઃ અભ્યાસ

June 2, 2018, 1:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : થોડા સમય પહેલા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે જેના કારણે વધુ કેટલાક લોકો શરાબ તરફ વળી શકે છે. નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ શરાબનો ઉપયોગ કરવાથી વજન ઘટી શકે છે.



શરાબ પીવાથી લાભ છે કે નુકસાન તેને લઇને વારંવાર અભ્યાસ થતા રહે છે. જુદા જુદા તારણો પણ જારી કરવામાં આવે છે. હવે નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યા બાદ શરાબનાં રસિયાઓને મોટી રાહત થઇ ગઇ છે. વોશિગ્ટંન સ્ટેટ યુનિવર્સિટી અને હાવર્ડનાં વૈજ્ઞાનિકોએ શરાબને લઇને હાલમાં અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. જેમાં કેટલાક ઘટક તત્વો પર અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ શરાબમાં રહેલા એક કેમિકલ રેજવિરટ્રોલની શોધ કરી હતી. આ કેમિકલ શરીરની અંદર ફેટ સેલ્સને વધારે ફેટ બનવાથી રોકવામાં ભૂમિકા અદા કરે છે. નવા અભ્યાસમાં દાવો કરવામા આવ્યો છે કે દરરોજ બે ગ્લાસ શરાબ પીવામાં આવે તો સ્થુળતાનાં ખતરાને ૭૦ ટકા સુધી ઘટાડી શકાય છે. આ અભ્યાસનાં તારણ પર પહોંચવા માટે ૨૦ હજારથી વધારે લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ પરીક્ષણથી આ બાબતની સાબિતી થઇ કે જે લોકોનાં વજન વધી ગયા હતા તે લોકોએ ક્યારેય શરાબનો ઉપયોગ કર્યો ન હતો. તેમના કહેવા મુજબ સાંજે શરાબ વધારે પ્રમાણમાં લેવાથી ફાયદો થાય છે. કારણ કે તેની કેલરીથી પેટમાં જગ્યા નથી તેવો અનુભવ થાય છે. યુનિવર્સિટી ઓફ ડેનમાર્કનાં અન્ય એક અભ્યાસમાં દાવો કરવામા આવ્યો છે કે સ્થુળતા અને શરાબનાં ઉપયોગની વચ્ચે સીધો સંબંધ રહેલો છે. આ અભ્યાસનાં કહેવા મુજબ જે લોકો દરરોજ શરાબ પીવે છે તે લોકો શરાર ન પીનાર લોકોની સરખામણીમાં વધારે સ્લીમ રહે છે.