loader

Breaking News


Home > National > ફિટનેસ વિડીયો મામલે લોકોમાં રોષ, પાકને જવાબ આપવામાં સરકાર નિષ્ફ્ળ: વિપક્ષોનો મોદીને ટોણો


Foto

ફિટનેસ વિડીયો મામલે લોકોમાં રોષ, પાકને જવાબ આપવામાં સરકાર નિષ્ફ્ળ: વિપક્ષોનો મોદીને ટોણો

June 14, 2018, 3:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:સરહદે એક તરફ ચાર જવાનો શહીદ થઇ ગયાં છે ત્યારે મોદીજી પોતાનાં ફિટનેસ ટેસ્ટ વીડીયો વાઇરલ કરવાંમાં વ્યસ્ત રહ્યાં હતાં, આ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર લોકોએ આ વિડીયોની ખુબ જ ટીકા થઇ રહીં છે. મોદીનાં આ વીડિયોને કારણે તેઓ ખુબ જ વિવાદમાં આવી ગયા છે આ વીડિયોમાં મોદીજી વિરાટ કોહલીએ આપેલી ફિટનેસ ચેલેન્જ પુરી કરતાં દેખાય છે, વીડિયોમાં તેઓ યોગના વિવિધ પ્રકારનાં આસનો કરતાં જોવાં મળે છે, વિપક્ષોએ આ મુદ્દે મોદીની કદી આલોચના કરી છે.કોંગેસે આ મુદ્દે કહ્યું કે એક તરફ જવાનોની શહાજતને લઇને દુઃખનો માહોલ છે તો બીજી બાજુ મોદીજી વિડીયો અપલોડ કરી દેશની જનતા અને શહિદોનું અપમાન કરી રહ્યાં છે

કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ આ મુદ્દે જણાવ્યુંવડાપ્રધાને ફિટનેસ વિડીયો અપલોડ કરવાં માટે દુઃખદ દિવસ પસંદ કર્યો છે એક દેશનાં જવાનો શહીદ થઇ રહ્યાં છે તો બીજી તરફ મોદીજી વિડીયો પ્રમોટ કરવામાં મસ્ત રહે છે ખરેખરતો મોદીજીએ શહીદોનાં સન્માનમાં પોતાનું માથું ઝુકાવીને સંવેદના વ્યક્ત કરવી જોઈતી હતી, પરંતુ આમ નહીં કરતાં તેમણે પોતાની ફિટનેસનો વિડીયો જારી કરી જવાનોનું અપમાન કર્યું છે.

આ ઉપરાંત વિપક્ષોએ એવો પણ આક્ષેપ લગાવ્યો કે સરહદે સતત જવાનો શહિદ થઇ રહ્યા છે ત્યારે મોદી સરકાર દરેક મોરચે નિષ્ફ્ળ સાબિત થઇ રહી છે , સાથે સાથે તોઓએ એવું પણ કહ્યું કે રમઝાન મહિનામાં ઈદની મહત્વપૂર્ણ ભેટ પાકિસ્તાને ભારતને આપી છે.

નોંધનીય છે કે બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડર સહિતનાં ચાર જવાનો પાકિસ્તાનનાં અંધાધુન ગોળીબારમાં શહીદ થઇ ગયા હતાં.તેને પગલે જમ્મુમાં અને મોદી સરકાર વિરુદ્ધમાં લોકો ખુબ જ રોષે ભરાયાં છે.