loader

Breaking News


Home > National > પેટ્રોલ ડિઝલનાં સતત ભાવ વધારાથી લોકો થયા પરેશાન


Foto

પેટ્રોલ ડિઝલનાં સતત ભાવ વધારાથી લોકો થયા પરેશાન

Sept. 6, 2018, 10:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમત હાલમાં આસમાને પહોંચી રહી છે. ઇંધણની કિંમતમાં અવિરત વધારો થવાના કારણે ડોલરની તુલનામાં રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં લીટરદીઠ પેટ્રોલનાં ભાવ પ્રતિ લીટર ૮૦ રૂપિયા સુધી છે. જ્યારે ડિઝલની કિંમત પણ નવી ઉંચી સપાટી પર છે. મુંબઇ અને ચેન્નાઇ જેવા શહેરોમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ ઉપર પહોંચી ગયા છે.



દિલ્હીમાં ડીઝલની કિંમત ૭૧ રૂપિયા પ્રતિ લીટરથી વધારે છે. મુંબઇ અને ચેન્નાઇમાં આની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઇ છે. ડીઝલની કિંમતમાં સતત થઇ રહેલો વધારો લોકોને ભારે મુશ્કેલીમાં મુકી રહ્યો છે. ક્રુડ ઓઇલની કિંમત પણ વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે. સામાન્ય ચુંટણી નજીક છે ત્યારે કિંમતોમાં વધારો મોદી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે. આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીતે જવાબદાર છે પરંતુ ભાવમાં વધારાને કાબુમાં લેવા માટે સરકારને પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે.