loader

Breaking News


Home > Gujarat > ખેડૂત ના હોય તે લોકોને પણ ખેડૂત બનાવવાનું કૌભાંડ, શક્તિસિંહ ગોહિલે કર્યા સરકાર પર પ્રહાર


Foto

ખેડૂત ના હોય તે લોકોને પણ ખેડૂત બનાવવાનું કૌભાંડ, શક્તિસિંહ ગોહિલે કર્યા સરકાર પર પ્રહાર

May 4, 2018, 4:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવીને અબજો રૂપિયાના ભ્રષ્ટાચારનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યું છે. માત્ર એક જ કિસ્સામાં કે જેના તમામ દસ્તાવેજી પુરાવા પ્રેસ અને મીડિયાને આપવામાં આવ્યા છે તે જમીન ઓછામાં ઓછી ૨૦૦૦ કરોડની છે. આપણો દેશ એ કૃષિપ્રધાન દેશ છે અને ખેતીની જમીન ખેડૂતો પાસે જ રહે તે માટે ભૂતકાળમાં ખુબ જ બુદ્ધિપૂર્વક ખેડૂત ન હોય તે ખેતીની જમીન ખરીદી ન શકે તેવો રાષ્ટ્રીય કાયદો કેન્દ્ર સરકારે બનાવેલ છે.

ખેડૂતોને ખેતીની જમીન આવક ઇન્કમટેક્સના કાયદામાંથી મુક્તિને પાત્ર છે. માટે ખોટા ખેડૂતો બનીને ઇન્કમટેક્સના કાયદાની ખેડૂતો માટેની જોગવાઈનો દુરુપયોગ ન થાય તે માટે પણ બિન ખેડૂત ખેતીની જમીન ન ખરીદી શકે તે કાયદો જરૂરી છે. અમદાવાદ એક બિલ્ડર દેવાંગભાઈ દિનેશબાઈ શાહ દ્વારા સંદતર ખોટું પેઢીનામું ઉભું કરીને ફતાજી ગગાજી પરમારના વારસદાર તરીકે પોતાની અટક છુપાવીને દેવાંગભાઈ દિનેશભાઈ શાહ મહેમદાવાદ તાલુકાના ગોકળપુર ગામના સર્વે નંબર ૯૨માં ખેડૂત તરીકે દાખલ થઇ ગયા હતા. (ખોટા પેઢીનામાંની નકલ પાનાં નંબર-૧ પર સામેલ છે). વારસાઈ એન્ટ્રી મંજુર થાય તે પહેલા ખેડૂત પ્રમાણપત્ર મેળવીને દેવાંગભાઈ દિનેશભાઈ શાહ દ્વારા બાવળા તાલુકામાં તેમજ સાણંદ અને અન્ય જગ્યાઓએ ઓછામાં ઓછો બજાર કિંમતે જાતા ૨૦૦૦ કરોડની મિલકતો ખરીદી લેવામાં આવી હતી. ખોટું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ચકાસણીમાં એન્ટ્રી રદ થાય તે પહેલા દેવાંગભાઈ દિનેશભાઈ શાહ ફતાજી ગગાજીની જમીનમાંથી પોતાનો હિસ્સો ઉઠાવી લીધો હતો. આમ કરવાથી ખોટું ખેડૂત પ્રમાણપત્ર પકડાય જ નહીં. દેવાંગભાઈ દિનેશભાઈ શાહે ગુનાહિત કૃત્ય કર્યું છે અને તેના સામે ફોજદારી ગુનો દાખલ કરવા તેમજ મહેસુલી રાહે તેમની જમીનો જપ્ત કરવા કલેક્ટર ખેડા, મામલતદાર મહેમદાવાદ, આરસીડી ખેડા વગેરે સમક્ષ અધિકારીઓએ આદેશ કર્યા હતા જે આદેશો પાના નંબર ૪થી સાતમાં સામેલ છે.

આમ સ્પષ્ટ હકીકત છતાં ભાજપની સરકારના મોટા માથાઓના સીધા આશીર્વાદ અને બહુ જ મોટી રકમની ફેરબદલના કારણે દેવાંગભાઈ દિનેશભાઈ શાહ સામે હજુ સુધી ફોજદારી ફરિયાદ પણ દાખલ નથી થઇ કે તેની જમીન ખાલસા કરીને સરકાર ખાતે ચાડવવામાં આવી નથી. કાયદાની જાગવાઈ મુજબ દેવાંગભાઈ દિનેશભાઈ શાહની ખોટા ખેડૂત તરીકે પ્રાપ્ત કરેલી તમામ જમીન સરકારે ખાલસા કરીને જમીન વિહોણા દલિત, આદિવાસી, બક્ષીપંચના ખેત મજદૂરોને સાથણીથી આપી દેવી જોઈએ.