loader

Breaking News


Home > National > જે લોકોએ મોદીને બનારસમાં જીતાડયા તે લોકો પર ગુજરાતમાં હુમલા થઇ રહ્યાં છે : માયાવતી


Foto

જે લોકોએ મોદીને બનારસમાં જીતાડયા તે લોકો પર ગુજરાતમાં હુમલા થઇ રહ્યાં છે : માયાવતી

Oct. 9, 2018, 1:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યનાં સાબરકાંઠામાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મના આરોપમાં બિહારના યુવકની ધરપકડ બાદ પરપ્રાંતીઓ પર હુમલાઓ થઇ રહયા છે. આ મુદ્દે હવે રાજનીતિ પણ તેજ થઇ ગઈ છે. બસપા પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે આ દુઃખની વાત છે કે જે લોકોએ મોદીને બનારસમાં જીતાડયા તે લોકો પર જ ગુજરાતમાં હુમલા થઇ રહયા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે છેલ્લાં 48 કલાકમાં એક પણ ઘટના બની નથી પરંતુ મુખ્યમંત્રીનો દાવો ત્યારે ફેઈલ થતો જોવા મળ્યો કે અમદાવાદમાં લગભગ 47 ઉત્તર ભારતીયોને બંધક બનાવી દીધા છે. રાજ્યમાં રહેનારા પરપ્રાંતીઓ પર કરવામાં આવેલ હુમલાઓમાં પોલીસે 450 લોકોની ધરપકડ કરી છે. જો કે હવે પ્રધાનમંત્રી મોદીનો વારાણસીમાં વિરોધ શરુ થઇ ચુક્યો છે.