loader

Breaking News


Home > National > GPS સિસ્ટમ બાદ લોકો ટ્રેનનું લોકેશન જાણી શકાશે


Foto

GPS સિસ્ટમ બાદ લોકો ટ્રેનનું લોકેશન જાણી શકાશે

Sept. 15, 2018, 2:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : હવે બહુ ટૂંક સમયમાં રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છુક પ્રવાસીઓને ટ્રેન ક્યાં પહોંચી, કેટલી મોડી છે? વગેરેની તમામ માહિતી ચોક્કસ સ્વરૂપે મળશે એટલું જ નહીં, રેલવે સ્ટેશન પર ઘોંઘાટિયા વાતાવરણમાં સ્પીકર પર એનાઉન્સ થતા ટ્રેનના સમય કે મોડી થવાની સૂચનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું નહીં પડે.

તાજેતરમાં જ રેલવેતંત્રએ વોટ્‌સએપ નંબર જાહેર કર્યા છે, જેમાં ટ્રેનની તમામ માહિતી પીએનઆર નંબર મૂકવાથી મળી રહેશે, પરંતુ આ માહિતી પ્રવાસીને ચોક્કસ સ્વરૂપે મળે તે પણ જરૂરી છે. તેના માટે જીપીએસ અત્યંત આવશ્યક હોવાથી ટ્રેનના રેલવે એન્જિનમાં હવે જીપીએસ લગાવવાનું શરૂ કરાયું છે, જેના કારણે ટ્રેનનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે. જીપીએસના માધ્યમથી બીજા અનેક ફાયદા પણ થશે, જેમ કે અત્યારે સ્ટેશન માસ્તર દ્વારા ટ્રેનના આવવા-જવાનો રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે, પરંતુ જીપીએસ લાગ્યા બાદ આપોઆપ તેમાં ડેટા ફીડ થઇ જશે કે કઇ ટ્રેન કેટલા વાગ્યે કયા સ્ટેશન પર આવી અને ઉપડી. ટ્રેનને તેના નિયત સમયે દોડાવવા રેલવેતંત્ર દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ મોટા ભાગની ટ્રેન તેના નિયત સમય કરતાં હંમેશાં પ થી ૧પ મિનિટ મોડી પડે છે, જોકે રેલવે પ્રવાસીઓ પણ આ બાબતથી હવે ટેવાઇ ગયા છે.