loader

Breaking News


Home > Gujarat > ધારાસભ્યોનાં પગાર વધારો થતા સોશિયલ મીડિયામાં લોકોએ ઉડાવી મઝાક


Foto

ધારાસભ્યોનાં પગાર વધારો થતા સોશિયલ મીડિયામાં લોકોએ ઉડાવી મઝાક

Sept. 21, 2018, 11:53 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : બે દિવસ પહેલા ગુજરાતનાં ધારાસભ્યો સહિત વિધાનસભાનાં પદાધિકારીઓનાં પગાર ભથ્થામાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો હતો. જેને લઇને હવે સોશિયલ મીડિયામાં આ ધારાસભ્યોનો ખૂબ મઝાક ઉડાવવામાં આવી રહ્યો છે.



ધારાસભ્યો સહિતનાં વિધાનસભાનાં પદાધિકારીઓનાં પગારમાં વધારો ઝીંકાતા સોશિયલ મીડિયામાં તેમનો ખૂબ મઝાક ઉડાવવામાં આવી રહ્યો છે. આ પહેલા ધારાસભ્યોનો પગાર 70,727 હતો, જે હવે વધીને 1,16,316 થઇ ગયો છે. ધારાસભ્યોનું દૈનિક ભથ્થું 200 રૂપિયાથી વધારીને 1000 કરવામાં આવ્યુ છે. જો કે આ પગાર વધારાનો અમલ વિધાનસભાની રચના થયાની તારીખથી મળવા પાત્ર થશે. ધારાસભ્યોનાં આ પગાર વધારાને લઇને સોશિયલ મીડિયામાં ખૂબ ખીલ્લીઓ ઉડી રહી છે. ઘણા લોકો વોટ્સએપમાં લખે છે કે, ભાઇ હવે તલાટી અને અન્ય સરકારી નોકરીની તૈયારીઓ સાઇડમાં મૂકો અને ધારાસભ્ય બનવાની તૈયારીઓ શરૂ કરો. તો ઘણા લખે છે કે, જે ભણાવે તેને 19,950 પગાર અને ઊંઠા ભણાવે તેને 1,16,316 પગાર. આ પગાર વધારામાં નવાઇ લાગે તેવી વાત તો એ છે કે આ મુદ્દે કોઇ પણ પાર્ટીનાં નેતાઓએ ગૃહમાં વિરોધ કર્યો નથી. જેનો અર્થ લોકો સોશિયલ મીડિયા મારફતે જણાવી રહ્યા છે કે, તેરી ભી ચુપ્પી ઔર મેરી ભી ચુપ્પી, હમ દોનો ભાઇ ભાઇ.