loader

Breaking News


Home > Gujarat > પ્રજાનાં પૈસૈ તાગડધીન્ના? સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી રાખી શકે? : બાપુ


Foto

પ્રજાનાં પૈસૈ તાગડધીન્ના? સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી રાખી શકે? : બાપુ

Jan. 27, 2018, 9:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : આજે સરકારમાં નેતાઓ પોતાની સુખ-સુવિધાઓને વધુ ધ્યાન આપતા બન્યા છે. જ્યા સરકાર જનતાનાં પૈસૈ સંસદીય સચિવોની નિયુક્તી કરતી હતી. જો કે તેના પર લગામ સુપ્રિમ કોર્ટ દ્વારા લગાતા એક ચુકાદો તેણે બહાર પાડ્યો છે જે મુજબ સંસદીય સચિવોની નિમણુકો ગેરબંધારણીય છે. આ મુદ્દે કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ કે, એસસીના ચુકાદા મુજબ સંસદીય સચિવોની નિમણુંક જો ગેરબંધારણીય હોય તો સંસદિય સચિવોની નિમણુંક કરતો કાયદો બનાવવાની સત્તા પણ રાજ્ય સરકારો પાસે નથી.દેશનાં બંન્ને સંસદીય ગૃહોમાં 91મો બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો હતો, જે ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરીથી કાયદો બની ગયો હતો. ત્યાર બાદ કોઇ પણ રાજ્યમાં મંત્રીમંડળનું કદ 15%થી વધુ ન હોવું જોઇએ તેવી જોગવાઇ કરવામાં આવી હતી. જો કે તે છતા ગુજરાતમાં પોર્લામેન્ટરી સેક્રેટરી બનાવવામાં આવે છે. શું સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી રાખી શકે? શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી પોતાના પક્ષની અંદર રહેલા વિવાદોને છુપાવવા સંસદીય સચિવોની નિમણુંક કરવાની વાતો કરે છે તે તદ્દન ગેરબંધારણીય છે અને તે સુપ્રિમ કોર્ટનાં આદેશની અવગણના છે.