loader

Breaking News


Home > Health > ઘરમાં કસરત કરીને પરફેક્ટ ફિગર મેળવી શકાય છે


Foto

ઘરમાં કસરત કરીને પરફેક્ટ ફિગર મેળવી શકાય છે

Sept. 6, 2017, 10:13 a.m.
      Whatsapp   

પરફેક્ટ ફિગર મેળવવા માટે કેટલાક એવા વ્યાયામ છે જે સુડોળ ફિગર મેળવવામાં મદદ કરે છે. નીચેની કસરત તમે તમારી અનુકૂળતા મુજબ કરી શકો છો. હા, જમ્યા પછી તરત વ્યાયામ ન કરવો.

સીધા ઊભા રહો અથવા ટટ્ટાર બેસી જાય. હવે ઊંડો શ્વાસ લો જેથી ખભા ખેંચાય, શ્વાસ ફેફસાંમાં ભરી પેટ અંદર ખેંચો. હવે આ સ્થિતિ રાખી ધીરે ધીરે ઉચ્છ્‌વાસ છોડતા જાવ. ફરીથી શ્વાસ લો અને ઉચ્છ્‌વાસ છોડતા-છોડતા પેટ, છાતી ખભા ઢીલાં છોડી દો. આ પ્રક્રિયા છ વખત કરો.


પહેલો શ્વાસ એવી રીતે લો જે પૂર્વ પ્રક્રિયામાં લીધો હોય. હવે ફરીથી શ્વાસ અંદર ખેંચતા વધારે ને વધારે અંદરની બાજુ ખેંચો. ખભાને પણ વધારે ખેંચો તથા છાતી ફુલાવો. આ સ્થિતિને જાળવી રાખી ઉચ્છ્‌વાસ છોડો, પછી ઉચ્છ્‌વાસ છોડતા પેટ, છાતી અને ખભાને ઢીલાં છોડી દો. હવે આ સંપૂર્ણ ક્રિયાને છ વખત કરો. ધીરે ધીરે વ્યાયામનો સમય વધારતા જાવ. આ વ્યાયામ પેટ પરની ચરબી ઘટાડે છે અને પેટને લગતી તકલીફોમાં રાહત આપે છે.

બંને હથેળીઓને ખભાને સમાંતર છાતીની સામે લઈ જાવ. હવે બંને હાથની કોણી સીધી રહે એ રીતે પાછળની બાજુ લઈ જાવ, જાણે બંને હાથથી પ્લાÂસ્ટકનો પટ્ટો ખેંચતા હો, ફરી મૂળ સ્થિતિમાં આવો. આ ક્રિયા દસ વખત કરો. આ વ્યાયામ હાથ અને ગળા પરની ચરબી ઘટાડે છે અને બ્રેસ્ટને સુડોળ બનાવે છે. બે ફૂટ ઊંચી બેંચ પર ઊધા એ રીતે સૂઈ જાવ કે તમારા હાથની કોણી સીધી રહે એ રીતે પાછળની બાજુ લઈ જાવ, જાણે બંને હાથોને ખભાની સમાંતર ઉપર લઈ જાવ. ગરદનને ઉપરની તરફ લઈ જાવ. શ્વાસ છોડતાં મૂળ સ્થિતિમાં આવો.

એડી ભેગી કરી સીધા ઊભા રહો. બંને હથેળીને નિતંબ પર ગોઠવી કોણી સીધી રાખો. હવે ગરદન અને ખભાને પાછળ તરફ ખેંચો. ઉચ્છ્‌વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં આવો. આ પ્રક્રિયા છ થી સાત વખત કરો. હાથ અને પગને ટટ્ટાર ઊભી રહો. કમરથી પહેલા ડાબી અને પછી જમણી બાજુ કરો. કમરની સાથે પગ ન હલે તેનું ધ્યાન રાખો. આમ, આ સાત વ્યાયામ શરીરને સુડોળ બનાવવામાં સહાયરૂપ થાય છે.