loader

Breaking News


Home > National > પેટ્રોલ - ડીઝલ બાદ હવે ગેસનાં ભાવ પણ વધ્યા, સીએનજી પણ થઇ શકે મોંઘો


Foto

પેટ્રોલ - ડીઝલ બાદ હવે ગેસનાં ભાવ પણ વધ્યા, સીએનજી પણ થઇ શકે મોંઘો

Sept. 29, 2018, 12:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારત સરકારે શુક્રવારે ગેસના 10 ટકા ભાવવધારાની જાહેરાત કરી હતી. વધેલા ભાવ એક ઓક્ટોમ્બરથી લાગુ પડશે. સરકારનાં આ નિર્ણયથી સીએનજીની કિંમતો વધી શકે છે તેમજ વીજળી અને યુરિયાનો ઉત્પાદન ખર્ચ પણ વધશે. પેટ્રોલિયમ મંત્રાલયનાં પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ સેલના જણાવ્યાં મુજબ પ્રાકૃતિક ગેસના વધારે ઘરેલુ ઉત્પાદકોને આપવાની કિંમત હાલ 3.06 ડોલર પ્રતિ દસ લાખ બ્રિટિશ થર્મલ યુનિટથી વધારીને 3.36 ડોલર પ્રતિ એમએમબીટીયુ કરવામાં આવી છે. વધેલા ભાવ એક ઓક્ટોમ્બરથી લાગુ પડશે.

પ્રાકૃતિક ગેસની કિંમતો ગેસનો વધુ જથ્થો ધરાવનાર દેશો જેવા કે અમેરિકા, રશિયા અને કેનેડાની ટકાવારી દરોના આધાર પર દર છ મહિને ફેરફાર કરવામાં આવે છે. ભારત અડધાથી વધુ ગેસનું આયાત કરે છે જેની કિંમત ઘરઆંગણાના ભાવ કરતા બે ગણી વધુ હોય છે.