loader

Breaking News


Home > National > પેટ્રોલ-ડીઝલમાં રાહતના એક દિવસ બાદ ફરી વધારો કરાયો


Foto

પેટ્રોલ-ડીઝલમાં રાહતના એક દિવસ બાદ ફરી વધારો કરાયો

Oct. 6, 2018, 2:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્ર સરકાર અને કેટલીક રાજ્ય સરકારો દ્વારા તેલની કિંમતમાં રાહત આપવામાં આવ્યાના એક દિવસ બાદ જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો હતો. આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૧.૬૮ થઇ ગઇ હતી. ડીઝલની કિંમત ૨૯ પૈસા વધીને ૭૩.૨૪ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. મુંબઇની વાત કરવામાં આવે તો પેટ્રોલની કિંમત ૧૮ પૈસા વધીને ૮૭.૧૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી.

અત્રે નોંધનીય છે કે ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ઘટાડો કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ હતું.

મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ દેખાઈ રહ્યા હતા. ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ માની રહ્યા હતા કે, આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજાની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આનાકારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે.પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવાની નાણામંત્રી અરુણ જેટલીએ ચોથી ઓક્ટોબરના દિવસે જાહેરાત કર્યા બાદ તરત જ ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં તેમના દ્વારા પણ ઘટાડાની શરૂઆત કરી દેવામાં આવી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા માટે કહ્યું હતું.