loader

Breaking News


Home > National > પેટ્રોલ અને ડીઝલની કિંમત ફરીથી ઘટી, દિવાળી પર્વમાં રાહત


Foto

પેટ્રોલ અને ડીઝલની કિંમત ફરીથી ઘટી, દિવાળી પર્વમાં રાહત

Nov. 2, 2018, 4:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લઇને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે શુક્રવારના દિવસે કિંમતોમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પાટનગરમાં પણ કિંમતો ઘટી હતી. ફ્યુઅલ કિંમતોમાં અવિરત ઘટાડો રહેતા સામાન્ય લોકોને રાહત થઇ છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થયો હતો. પેટ્રોલની કિંમતમાં ૧૯ પૈસા અને ડીઝલની કિંમતમાં ૧૪ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કાપ મુકવામાં આવ્યા બાદ પેટ્રોલની કિંમત લીટર દીઢ ૭૯.૧૮ અને ડીઝલની કિંમત ૭૩.૬૪ થઇ ગઇ હતી.

ચોથી ઓક્ટોબરના દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સુચના આપી હતી. પેટ્રોલની કિંમતમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. જુદા જુદા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ઘટાડો જારી રહેતા સામાન્ય લોકોને હવે રાહત થઇ છે. આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોની સાથે સાથે રૂપિયાની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો થતાં ભારે રાહત થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ ડિઝલની કિંમતમાં ભાવમાં ફેરફાર પર તમામની નજર છે.