loader

Breaking News


Home > National > ધનતેરસના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી


Foto

ધનતેરસના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી

Nov. 5, 2018, 3:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોને વધુને વધુ રાહત મળી રહી છે. આજે પણ વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ૨૧-૨૩ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જ્યારે ડીઝલની કિંમતમાં ૨૦-૨૧ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલન કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. બંનેની કિંમતમાં ઘટાડો હાલ જારી રહી શકે છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત નરમી જોવા મળી રહી છે.