loader

Breaking News


Home > National > ખનીજ તેલમાં નરમાશથી ૧૪ પૈસા સસ્તું થયું પેટ્રોલ, ડીઝલનાં ભાવ પણ ઘટ્યા


Foto

ખનીજ તેલમાં નરમાશથી ૧૪ પૈસા સસ્તું થયું પેટ્રોલ, ડીઝલનાં ભાવ પણ ઘટ્યા

June 25, 2018, 1:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોમાં આજે ઘટાડો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં ૧૪ પૈસા જેટલો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ડીઝલનાં ભાવમાં પણ ૧૦ પૈસા પ્રતિ લિટર સુધીનો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૭૫.૬૯ રૂપિયા થઇ ગયો છે જયારે મુંબઈમાં ૮૩.૩૦, કોલકાતામાં ૭૮.૩૭ અને ચેન્નાઈમાં ૭૮.૫૫ રૂપિયે પેટ્રોલ મળી રહ્યું છે.

આ અગાઉ શુક્રવારે ઓપેક દેશોએ ખનીજ તેલનું પ્રોડક્શન વધારવાનાં નિર્ણયની અસર પણ થઇ છે જેને કારણે શનિવાર અને રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. પાછલા ૨૭ દિવસમાં પેટ્રોલ ૨.૮૭ રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થયું છે.