loader

Breaking News


Home > International > પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થતા ફ્રાંન્સમાં થઇ રહ્યો છે ઉગ્ર વિરોધ


Foto

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થતા ફ્રાંન્સમાં થઇ રહ્યો છે ઉગ્ર વિરોધ

Nov. 26, 2018, 11:49 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ફ્રાંન્સ : ફ્રાંન્સની રાજધાની પેરિસમાં સામાન્ય નાગરીકોએ સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં વધારો કરાતા ઉગ્ર વિરોધ શરૂ કરૂ દીધો છે. ફ્રાંન્સમાં અલગ-અલગ વિસ્તારોથી પ્રદર્શનકારીઓ એકઠા થઇ રહ્યા છે. જેને કાબુમાં કરવુ ફ્રાંન્સ પોલીસ માટે મુશ્કિલ બની ગયુ છે.



ફ્રાંન્સ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડને પ્રદર્શનકારીઓએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે સ્થિતિને કાબુમાં લાવવા આંસુ ગેસનાં ગોળાનો ઉપયોગ કર્યો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખી 3 હજારથી વધુ પોલીસ કર્મીઓને ફરજ પર રાખવામાં આવ્યા હતા. પેરિસમાં એકઠા થયેલા આ પ્રદર્શનકારીઓએ પીળા રંગનાં વસ્ત્રો પહેર્યા હતા. તેમણે આ પ્રદર્શનને પોતાની ઝુંબેશનું બીજુ સ્ટેપ ગણાવ્યુ હતુ. પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ઇનમેનુએલ મેક્રો વિરોધ પ્રદર્શન કરી તેમના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, ફ્રાંન્સનાં રોડ પર ફરતી મોટાભાગની કાર ડિઝલથી ચાલે છે. દેશમાં છેલ્લા 12 મહિનામાં ડિઝલની કિંમતમાં 23 ટકાનો વધારો થયો છે. વળી બીજી તરફ ફ્રાંન્સ રાષ્ટ્રપતિનું કહેવુ છે કે, કિંમતો વધારવા પાછળ મુખ્ય કારણ કાચા તેલની વૈશ્વિક કિંમત જવાબદાર છે. જો કે પ્રદર્શનકારીઓ પોતાની માંગ પર અડીગ દેખાઇ રહ્યા છે. આ જોતા લાગી રહ્યુ છે કે આવતા સમયમાં ફ્રાંન્સમાં રાજનીતિ વધુ ગર્માઇ શકે છે.