loader

Breaking News


Home > National > પેટ્રોલ-ડીઝલ કિંમત છેલ્લા છ સપ્તાહમાં સૌથી નીચી સપાટીએ પહોંચી


Foto

પેટ્રોલ-ડીઝલ કિંમત છેલ્લા છ સપ્તાહમાં સૌથી નીચી સપાટીએ પહોંચી

Nov. 6, 2018, 4:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે મંગળવારના દિવસે પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ પેટ્રોલ અને ડીઝલની કિંમત છ સપ્તાહમાં સૌથી નીચી સપાટી પર પહોંચી ગઇ છે. રિટેલ કિંમતો આજે પણ ઘટી હતી. પેટ્રોલની કિંમતમાં ૧૪-૧૬ પૈસા સુધીનો લીટરદીઠ ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં લીટરદીઠ ૮-૧૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

છેલ્લા એક મહિનાના ગાળામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૧૪ ડોલરનો ઘટાડો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં ક્રુડની કિંમતમાં આશરે ૧૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા થોડાક દિવસમાં અમેરિકી ડોલરની સામે રૂપિયો આશરે બે ટકા સુધીજ રિક્વર થયો છે. તમામ લોકોને આ બાબત જાણીને હેરાની થઇ શકે છે કે દિલ્હીની તુલનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નોઇડામાં ઓછી છે. નરમાઇના માહોલમાં સામાન્ય લોકોને રાહત થઇ રહી છે.