loader

Breaking News


Home > Gujarat > પેટ્રોલ - ડીઝલનાં વધતાં ભાવથી પ્રજા ત્રાહિમામ, કોંગ્રેસે સાયકલ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો


Foto

પેટ્રોલ - ડીઝલનાં વધતાં ભાવથી પ્રજા ત્રાહિમામ, કોંગ્રેસે સાયકલ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

April 27, 2018, 4:52 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : દેશમાં પેટ્રોલ - ડીઝલના વધતા ભાવથી પ્રજા ભારે મુશ્કેલીમાં મૂકી ગાઈ છે. જનતાની વેદનાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે સાયકલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસના આગેવાનોથી લઇ કાર્યકરો જોડાયા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલનાં ભાવે સામાન્ય માણસની જાણે કંમર જ તોડી દીધી છે. એક તરફ દેશમાં રોજગારીની સમસ્યાઓ છે અને બીજી તરફ મોંઘવારીની માર છે. સામાન્ય માણસ માટે પોતાના બઝેટને સંતુલિત કેવી રીતે કરવું તે હવે એક મોટો પ્રશ્ન બની ગયો છે.

પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઇમાં છે. જ્યા જનતા વધતા ભાવને લઇને ઘણી ત્રસ્ત દેખાઇ રહી છે, તેમના દ્વારા આશા રાખવામાં આવી રહી છે કે આવતા સમયમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો જોવા મળશે. પરંતુ કેન્દ્રીય મંત્રીનાં નિવેદન બાદ રાહત દુર સુધી દેખાય તેમ લાગતી નથી.