loader

Breaking News


Home > Gujarat > પેટ્રોલ - ડીઝલનાં વધતાં ભાવોને લઈને કોગ્રેસે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો


Foto

પેટ્રોલ - ડીઝલનાં વધતાં ભાવોને લઈને કોગ્રેસે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો

May 22, 2018, 4:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્ય છે ત્યારે કોંગ્રેસ અને અન્ય જુદા જુદા રાજકીય પક્ષો આ મુદ્દાને જોરશોરથી ચગાવવા માટેની તૈયારી કરી ચુક્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના વિરોધમાં ઉગ્ર દેખાવ કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ભાવ વધારાના વિરોધમાં વિશેષ રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા.

જેમાં પરેશ ધાનાણી અને અન્ય વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.દામ મોંઘા કર્યા તેવા બેનર લઈને દેખાવો કર્યા હતા અને ભાજપ સરકાર ઉપર વળતા પ્રહારો કર્યા હતા. અત્રે નોંધનિય છે કે ક્રુડની વધતી જતી કિંમતો વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવ રેકોર્ડ સપાટી પર પહોંચી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે. લોકો પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને લઈને વાંધો ઉઠાવી રહ્યા છે.