loader

Breaking News


Home > National > પેટ્રોલ - ડીઝલ પર જનતાને મળી રાહત, દસ દિવસમાં એક રૂપિયા જેટલો ઘટ્યો ભાવ


Foto

પેટ્રોલ - ડીઝલ પર જનતાને મળી રાહત, દસ દિવસમાં એક રૂપિયા જેટલો ઘટ્યો ભાવ

June 8, 2018, 11:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલનાં વધતાં ભાવને મુદ્દે સામાન્ય જનતાને હવે રાહત મળવી શરુ થઇ ગઈ છે. પાછલા દસ દિવસથી સતત પેટ્રોલના ભાવો ઘટી રહ્યા છે. આજે પેટ્રોલના ભાવમાં ૨૧ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૧૫ પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પાછલા દિવસોમાં કરવામાં આવેલ ભાવ ઘટાડામાં સૌથી મોટો ઘટાડો છે. આજે સતત દસમાં દિવસે ભાવમાં ઘટાડો નોંધાયો છે.

આંતરરષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલની કિંમતોમાં થયેલ ભાવ ઘટાડાને કારણે પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. આ ઘટાડાને લઈને ચાર મેટ્રો સિટીની વાત કરીએ તો હાલ સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં મળી રહ્યું છે.૧૯ દિવસ સુધી સતત પેટ્રોલની કિંમતોમાં ભારે વધારા બાદ છેલ્લા દસ દિવસોથી તેની કિંમતોમાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.