loader

Breaking News


Home > National > પેટ્રોલ-ડિઝલમાં આજે ફરી થયો વધારો, મોદી સરકારમાં જનતા થઇ બેહાલ


Foto

પેટ્રોલ-ડિઝલમાં આજે ફરી થયો વધારો, મોદી સરકારમાં જનતા થઇ બેહાલ

Sept. 25, 2018, 11:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવ આસમાને પહોચી ગયા છે ત્યારે સામાન્ય નાગરિકો માટે જીવન કેવી રીતે ગુજારવુ તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. સતત વધી રહેલા ભાવ વધારામાં આજે ફરી પેટ્રોલમાં 14 પૈસા અને ડિઝલમાં 10 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. સરકાર પેટ્રોલ અને ડિઝલનાં ભાવને કાબુ કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે. બીજી તરફ જનતા આ ભાવ વધારાથી બેહાલ થઇ રહી દેખાય છે.



આજે દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં વધતા ભાવથી સામાન્ય નાગરિક પરેશાન થયો છે ત્યારે ઘણા લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, કેન્દ્રમાં જે સમયથી મોદી સરકાર આવી છે તેણે જનતાને માત્ર સપના જ દેખાડ્યા છે પણ 2019 આવે છે અને હવે અમે બતાવી શું અમારી વોટની તાકાત. કેન્દ્ર સરકારથી ત્રાહિમામ પોકારી રહેલી જનતા હવે તેમને 2019માં ફરી લાવવાનાં વિચારને પણ મુર્ખતા બતાવી રહી છે. આ જોતા લાગે છે કે, સતત વધી રહેલા પેટ્રોલ અને ડિઝલનાં ભાવને જો સરકાર જલ્દી કાબુમાં નહી કરે તો આવનારી લોકસભાની ચુંટણીમાં મોદી સરકારને બહારનો રસ્તો જોવો પડી શકે છે.