loader

Breaking News


Home > National > પેટ્રોલ-ડિઝલઃ સતત વધતા ભાવને પહોચી વળવા પીએમ મોદીની તેલ કંપનીઓનાં પ્રમુખો સાથે મુલાકાત


Foto

પેટ્રોલ-ડિઝલઃ સતત વધતા ભાવને પહોચી વળવા પીએમ મોદીની તેલ કંપનીઓનાં પ્રમુખો સાથે મુલાકાત

Oct. 15, 2018, 10:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલનાં ભાવને પહોચી વળવા માટે આજે પીએમ મોદી તેલ કંપનીઓનાં પ્રમુખો સાથે મુલાકાત કરશે. મોદી સરકાર દ્વારા થોડા સમય પહેલા અઢી રૂપિયા પ્રતિ લિટરનાં ઘટાડા બાદ પણ પેટ્રોલ અને ડિઝલનાં કિમંતોમાં વધારો થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પીએમ ઈરાન પાસેથી તેલની આયાત મુદ્દે કંપનીઓનાં પ્રમુખો સાથે ચર્ચા કરશે.



આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં થઇ રહેલા ભાવ વધારાને કારણે દેશમાં કરોડો લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. થોડા સમય પહેલા સરકાર દ્વારા તેલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, તે છતા આજે પેટ્રોલ અને ડિઝલનો ભાવ આસમાને પહોચી ગયો છે. રાજ્યોમાં લેવામાં આવતો વેટ અલગ-અલગ હોવાથી કિંમતોમાં અતંર જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સરકાર ચારે બાજુથી ગેરાયેલી દેખાઇ રહી છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ આવતા વર્ષે લોકસભાની ચુંટણી છે જેને ધ્યાને લઇને પીએમ મોદી દેશની તેલ કંપનીઓનાં પ્રમુખો સાથે વાર્તલાભ કરશે અને યોગ્ય વિકલ્પ કે જે પ્રજાનાં હિત માટેનાં પગલા લેશે.