loader

Breaking News


Home > National > એક દિવસના બ્રેક બાદ પેટ્રોલ, ડીઝલની કિંમતમાં ફરી વધારો


Foto

એક દિવસના બ્રેક બાદ પેટ્રોલ, ડીઝલની કિંમતમાં ફરી વધારો

Oct. 4, 2018, 3:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : એક દિવસના ટુંકા બ્રેક બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ગુરૂવારના દિવસે ફરી એકવાર વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ લોકોની મુશ્કેલીમાં વધારો જારી રહ્યો હતો. બુધવારના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૫ પૈસા વધી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમતમાં ૨૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હવે પાટનગર દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રમશ ૮૪ અને ૭૫.૪૫ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રમશ ૧૪ પૈસા અને ૨૧ પૈસા વધી ગઇ છે.ઓપેક દેશોએ ઉત્પાદન ન વધારી દેવાની વાત કર્યા બાદ ભારત સહિત દેશોના લોકોને આગામી દિવસોમાં વધારે કિંમત ચુકવવા માટે તૈયાર રહેવુ પડશે.તેલ ઉપરાંત સામાન્ય લોકોને વધુ મોટો ફટકો પડ્યો છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે જા સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાની દિશામાં કોઇ નક્કર પગલા લેશે નહીં તો સામાન્ય લોકોમાં આગામી દિવસોમાં નારાજગી વધી શકે છે અને તેના કારણે સરકારની ગણતરી ઉંઘી થઇ શકે છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે. એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે.તમામ શહેરોમાં ફરી એકવાર ભાવમા વધારો થતા લોકો હવે પરેશાન દેખાઇ રહ્યા છે.