loader

Breaking News


Home > National > ચૂંટણીમાં મોંઘા પડશે પેટ્રોલ - ડીઝલના ભાવ, ભાજપના સહયોગીઓએ જ મોદીને ચેતવ્યાં


Foto

ચૂંટણીમાં મોંઘા પડશે પેટ્રોલ - ડીઝલના ભાવ, ભાજપના સહયોગીઓએ જ મોદીને ચેતવ્યાં

Sept. 4, 2018, 4:14 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : છેલ્લાં દસ દિવસોમાં થયેલા વધારા બાદ પેટ્રોલ - ડીઝલનો ભાવ આસમાને આંબી રહ્યો છે જેને કારણે સામાન્ય માણસના ખિસ્સાં પરનું ભારણ વધ્યું છે. સામાન્ય માણસની આ ચિંતા હવે મોદી સરકારને ભારે પડી શકે છે. આ સંકેત અન્ય કોઈ વિપક્ષીએ નહિ પરંતુ NDA માં ભાજપના સહયોગીઓએ આપ્યા છે.

વિપક્ષ પછી હવે પેટ્રોલ-ડીઝલના મુદ્દે બીજેપીના સાથીઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે। બિહારમાં બીજેપી સાથે મળીને સરકાર ચલાવી રહેલાં જેડીયુના નેતા કેસી ત્યાગીએ સરકારને જનતાને રાહત આપવાની વિનંતી કરી છે. ત્યાગીએ કહ્યું કે સરકારે જલ્દીથી ભાવ ઘટાડવા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. તેઓ જણાવે છે કે સરકારે જે તર્ક આપ્યા છે તે ઇરાન, વેનેઝુએલામાં મુશ્કેલીઓ અને અમેરિકા-ચીન વચ્ચે ચાલતા ટ્રેડ વોરને દર્શાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, અમે તે નથી કહી રહ્યાં છે કે સરકાર યોજનાઓ બંધ કરી દે. જો કે કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે સરકારે પેટ્રોલ-ડીઝલથી 10 લાખ કરોડ સુધી ટેક્સ વસૂલ કર્યો છે તેમાંથી કેટલીક છૂટછાટ આપી શકાય તેમ છે. તેઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ - ડીઝલનો ભાવ ચૂંટણી મુદ્દો બને તે પહેલાં તેને ઉકેલવો જરૂરી છે.