loader

Breaking News


Home > National > પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં ફક્ત એક પૈસાનો ઘટાડો, જનતા પરેશાન


Foto

પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં ફક્ત એક પૈસાનો ઘટાડો, જનતા પરેશાન

May 30, 2018, 11:53 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલના ભાવમાં ૬૦ પૈસાનો ઘટાડો થયો તે માહિતી ખોટી નીકળી છે અને તેની સ્પષ્ટતા ઇન્ડિયન ઓઇલે કરી હતી. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે હકીકતમાં ફક્ત 1 - 1 પૈસાનો જ ઘટાડો થયો છે. તેનો મતલબ એ થયો કે આજે પણ પેટ્રોલ - ડીઝલનો ભાવ કાલની સરખામણીમાં ફક્ત 1 પૈસા જ ઘટ્યો છે.

નવા ભાવ મુજબ પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૭૮.૪૨ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૬૯.૩૦ રૂપિયા થઇ છે. ગઈકાલે પેટ્રોલનો ભાવ ૭૮.૪૩ રૂપિયા પ્રતિ લિટર હતો તેમજ ડીઝલનો ભાવ ૬૯.૩૧ રૂપિયા પ્રતિ લિટર હતો. ઉલ્લેખનીય છે કે ક્રુડનાં ભાવ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણા ઘટી ગયા છે.