loader

Breaking News


Home > National > પેટ્રોલ- ડીઝલનાં ભાવ છઠ્ઠા દિવસે ઘટ્યાં, દિલ્હીમાં 77.96 રૂપિયે પ્રતિ લીટર થયું પેટ્રોલ


Foto

પેટ્રોલ- ડીઝલનાં ભાવ છઠ્ઠા દિવસે ઘટ્યાં, દિલ્હીમાં 77.96 રૂપિયે પ્રતિ લીટર થયું પેટ્રોલ

June 4, 2018, 10:51 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલની વધી રહેલી કિંમતો બાદ હવે તે ધીમે ધીમે ઘટી રહી છે. 30 મેં ના રોજ પેટ્રોલ - ડીઝલની કિંમતમાં 1 પૈસાના વધારા બાદ આજે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. આ અગાઉ 16 દિવસની અંદર પેટ્રોલ પર લગભગ 4 અને ડીઝલ પર 3.32 રૂપિયા વધ્યા હતા.

સોમવારે દેશના ચાર મોટા મેટ્રોમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો થયો હતો. તે પછી, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 77.96 હતો. કોલકાતામાં 80.60 , મુંબઈમાં 85.77 અને ચેન્નઈમાં 80.94 રૂપિયા લીટર પેટ્રોલનો ભાવ આજે નોંધાયો હતો. આજે ચાર મેટ્રો શહેરોમાં ડીઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો થયો છે. તે પછી દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લીટર 68.97 રૂપિયા થયો છે.