loader

Breaking News


Home > National > પેટ્રોલ - ડીઝલ સસ્તું કરવામાં આવશે તો કોંગ્રેસની જેમ વિદેશથી લેવી પડશે લોન : અરુણ જેટલી


Foto

પેટ્રોલ - ડીઝલ સસ્તું કરવામાં આવશે તો કોંગ્રેસની જેમ વિદેશથી લેવી પડશે લોન : અરુણ જેટલી

June 19, 2018, 12:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વરિષ્ઠ ભાજપનાં નેતા અને કેન્દ્ર સરકારનાં નાણામંત્રી અરુણ જેટલીએ એક લેખમાં જણાવ્યું હતું કે દેશમાં સસ્તું પેટ્રોલ - ડીઝલ આપવાનું સરકારનાં હાથમાં નથી. નાણાંમંત્રીનાં જણાવ્યા મુજબ વૈશ્વિક પરિસ્થિતિઓમાં જો સરકાર પોતાની આવકને ઓછી કરીને પેટ્રોલ - ડીઝલ પર સામાન્ય માણસને રાહત આપવાની કોશિશ કરે તો તેમની સામે કોંગ્રેસ સરકાર વાળી પરિસ્થિતિ પેદા થઇ જશે જ્યાં વિકાસકાર્યો માટે સરકારને વિદેશી બેંકો પાસેથી ઋણ લેવું પડશે.

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે પાછલા ચાર વર્ષોમાં મોદી સરકારનાં કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારનાં નાણાંકીય અને જીડીપીનાં પ્રમાણમાં સુધારો જોવા મળ્યો છે. જ્યાં કોંગ્રેસ સરકારનાં કાર્યકાળમાં આ લગભગ ૧૦ ટકા હતી ત્યારે મોદી સરકારમાં આ 11.5 ટકા નોંધાયો છે.