loader

Breaking News


Home > National > પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતને લઈને સરકાર ગંભીર, અમિત શાહે આપ્યું નિવેદન


Foto

પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતને લઈને સરકાર ગંભીર, અમિત શાહે આપ્યું નિવેદન

May 23, 2018, 2:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડિઝલની વધતી જતી કિંમતોને લઇને સામાન્ય લોકોમાં નારાજગી છે ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે કહ્યું હતું કે, સરકાર પેટ્રોલ ડીઝલમાં વધતી જતી કિંમતોને લઇને ચિંતાતુર છે. આને લઇને ગંભીરતા પણ દાખવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ઓઇલ કંપનીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોને ઘટાડવા માટેના તમામ વિકલ્પો ઉપર વિચારણા થઇ રહી છે.

અમિત શાહે સંકેત આપ્યા બાદ કિંમતોમાં હવે ઘટાડો થઇ શકે છે. મળેલી માહિતી મુજબ આ સપ્તાહમાં જ કિંમતોને કાબૂમાં લેવા પગલા લેવાશે. સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાથી જ કામ ચાલશે નહીં. બીજા પગલા પણ લેવામાં આવનાર છે. કેન્દ્ર અને રાજ્યોને વેટમાં ફેરફાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ભાવ વધારને અંકુશમાં લેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્રપ્રધાને આજે કહ્યું હતું કે, કયા પગલાં લેવા જાઈએ તે દિશામાં પણ સરકાર વિચારી રહી છે.