loader

Breaking News


Home > National > પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતથી કોઈ રાહત નહી, સતત ૧૧ માં દિવસે વધ્યો ભાવ


Foto

પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતથી કોઈ રાહત નહી, સતત ૧૧ માં દિવસે વધ્યો ભાવ

May 24, 2018, 1:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશભરમાં પેટ્રોલ - ડીઝલની વધી રહેલ કિંમતોને કારણે સામાન્ય ભારે પરેશાન છે. સતત ૧૧ દિવસોથી મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ રોજ નવી ઊંચાઈને આંબી રહ્યા છે. ખાસ કરીને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હાલત ખુબ જ ખરાબ થઇ છે. ગઈકાલે અહી પેટ્રોલ ૮૫.૨૯ રૂપિયે લિટર અને ડીઝલ ૭૨.૯૬ રૂપિયે લિટર વેચાયું હતું.

દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૦.૩૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૦.૧૯ પૈસાનો વધારો થયો હતો. દિલ્હીમાં આજે પેટ્રોલ ૭૭.૪૭ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૬૮.૫૩ રૂપિયા પ્રતિલિટર વેચાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરવા માટે વાપરવામાં આવતી ડાયનમિક કિંમત નિર્ધારણ પ્રણાલી મુજબ પેટ્રોલનાં ભાવમાં ૧૪ મેં ૨૦૧૮ થી સતત વધારો થઇ રહ્યો છે અને દેશનાં દરેક મહાનગરોમાં ૧૩ મેં ૨૦૧૮ ની સરખામણીમાં ૨.૫૦ રૂપિયા પ્રતિ લિટરથી પણ વધુ ભાવવધારો થયો છે.