loader

Breaking News


Home > National > પેટ્રોલ - ડીઝલનાં ભાવ ઓછામાં ઓછા દસ રૂપિયા ઘટાડવા જોઈએ : મમતા બેનર્જી


Foto

પેટ્રોલ - ડીઝલનાં ભાવ ઓછામાં ઓછા દસ રૂપિયા ઘટાડવા જોઈએ : મમતા બેનર્જી

Oct. 5, 2018, 1:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કોલકાતા : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ - ડીઝલની કિંમતમાં કરવામાં આવેલ ઘટાડાને મામૂલી ગણાવ્યો હતો. તેઓએ માંગ કરી કે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર ઓછામાં ઓછાં દસ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવો જોઈએ અને તેના પર લાગેલા વેરાને પણ હટાવી લેવો જોઈએ.

સિલિગુડીમાં કાર્યક્રમને સંબોધિત કરતાં મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને ઇંધણની કિંમત ઓછામાં ઓછી દસ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવો જોઈએ. કેન્દ્રની હાલની સરકારે જનતાનાં હિતોનો કોઈ પડી નથી તે ફક્ત પોતાની પાર્ટીનાં હિતોમાં જ રુચિ રાખે છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ગયા મહિને પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં એક રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.