loader

Breaking News


Home > National > પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૯૦ રૂપિયે પહોંચી, ડીઝલમાં પણ વધારો


Foto

પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૯૦ રૂપિયે પહોંચી, ડીઝલમાં પણ વધારો

Sept. 24, 2018, 5:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો દોર જારી રહ્યો છે. આજે ભાવ વધારો ઝીંકવામાં આવ્યા બાદ દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં પેટ્રોલની કિંમત ૧૧ પૈસા વધીને ૯૦ રૂપિયા પ્રતિ લીટરથી ઉપર પહોંચી ગઈ છે. મુંબઇમાં પેટ્રોલની કિંમત હવે પ્રતિ લીટર ૯૦.૦૮ રૂપિયા થઇ ગઇ છે. આવી જ રીતે ડીઝલની કિંમત પ્રતિ લીટર ૭૮.૫૮ સુધી પહોંચી ગઇ છે. પેટ્રોલની કિંમતમાં મુંબઇમાં ૧૧ પૈસા અને ડીઝલની કિંમતમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૨.૭૨ સુધી પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત ૭૪.૦૨ની સપાટી પર પહોંચી ગઇ છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમતમાં ૧૦ પૈસાનો વધારો કરવામાં આવતા કિંમત વધીને પ્રતિ લીટર ૮૪.૪૪ સુધી પહોંચી ગઇ છે. ૨૩મી સપ્ટેમ્બરના દિવસે એટલે કે ગઇકાલે કિંમત ૮૪.૫૪ રૂપિયા હતી. બંગાળમાં ડીઝલની કિંમત પાંચ પૈસા વધીને ૭૫.૮૨ થઇ ગઇ છે. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. પેટ્રોલની કિંમતો છેલ્લા એક મહિનાના ગાળામાં છ ટકાથી પણ વધુ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડિઝલની કિંમતમાં પણ આઠ ટકાનો વધારો થઇ ચુક્યો છે.