loader

Breaking News


Home > National > પેટ્રોલની કિંમતમાં ફરી વધારો થયો, ડીઝલના ભાવ અકબંધ


Foto

પેટ્રોલની કિંમતમાં ફરી વધારો થયો, ડીઝલના ભાવ અકબંધ

Sept. 22, 2018, 2:03 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલની કિંમતમાં આજે ફરી એકવાર વધારો કરવામા આવ્યો હતો. જો કે ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. પેટ્રોલની કિંમતો છેલ્લા એક મહિનાના ગાળામાં છ ટકાથી પણ વધુ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડિઝલની કિંમતમાં પણ આઠ ટકાનો વધારો થઇ ચુક્યો છે. તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૮મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કર્યો છે.

હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડો કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે. એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે.