loader

Breaking News


Home > National > પેટ્રોલ - ડિઝલ બાદ હવે રાંધણ ગેસનો પણ વધ્યો ભાવ


Foto

પેટ્રોલ - ડિઝલ બાદ હવે રાંધણ ગેસનો પણ વધ્યો ભાવ

June 1, 2018, 4:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પેટ્રોલ - ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થયો છે. તેલ વિતરણ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સબસિડીયુક્ત ગેસ સિલિન્ડર્સમાં બે રૂપિયા 34 પૈસા અને સબસિડી વગરનાં સિલિન્ડરમાં 48 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડર રૂ. 2.34 વધીને 493.55 રૃપિયા અને બિન-સબસીડી ગેસ સિલિન્ડર 48 રૂપિયા વધીને 488.50 રૃપિયામાં મળશે. અન્ય ત્રણ મોટા શહેરોમાં ભાવધારો જોઈએ તો કોલકાતામાં ભાવ વધીને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર રૂ. 496.65 અને બિન-સબસીડી ગેસ સિલિન્ડર રૂ. 723.50 મળશે. મુંબઈમાં રૂ. 491.31 અને રૂ. 671.50 અને ચેન્નાઇમાં રૂ. 481.84 અને રૂ .712.50 માં ગેસ સિલિન્ડર મળશે.