loader

Breaking News


Home > National > આજે પેટ્રોલ - ડીઝલનાં ભાવમાં મામૂલી ઘટાડો, દિલ્હીમાં 13 પૈસા ઘટ્યા


Foto

આજે પેટ્રોલ - ડીઝલનાં ભાવમાં મામૂલી ઘટાડો, દિલ્હીમાં 13 પૈસા ઘટ્યા

June 5, 2018, 2:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવોમાં આવેલ નરમાશને પગલે હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવા લાગ્યા છે. આજે સતત સાતમા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટ્યા છે. જો કે જે ઝડપથી ભાવ વધ્યા હતા તે ઝડપથી ભાવો ઘટી નથી રહયા.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ખુબ જ વધ્યા બાદ તેના ભાવોમાં ખાસ ઘટાડો નથી થયો. છેલ્લા અઠવાડિયામાં દિલ્હીમાં પેટ્રોલ 60 પૈસા અને ડીઝલ 43 પૈસા ઘટ્યું છે.ઇન્ડિયન ઓઈલના જણાવ્યા મુજબ આજે પેટ્રોલનો ભાવ 13 પૈસા ઘટ્યો છે. આ ઘટાડા સાથે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 77.83 રૂપિયે પહોંચ્યો છે.