loader

Breaking News


Home > Gujarat > જીતુ વાઘાણીનો રીક્ષા ચલાવતો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ, લોકોએ ઉડાવી ભારે મજાક


Foto

જીતુ વાઘાણીનો રીક્ષા ચલાવતો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ, લોકોએ ઉડાવી ભારે મજાક

July 18, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનો રીક્ષા ચલાવતો ફોટો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે. ફેસબુક અને વોટ્સએપમાં આ ફોટાની વિરુદ્ધ અને તરફેણમાં કોમેન્ટસનો મારો ચાલી રહ્યો છે. ફોટામાં દેખાય છે તે પ્રમાણે મુસાફરોથી ભરેલી રીક્ષામાં જીતુ વાઘાણી રીક્ષા ડ્રાઈવરની જગ્યા પર બેઠા છે અને રીક્ષા ચલાવતા જોવા મળે છે.

જો કે આ ફોટા પર સોશિયલ મીડિયામાં ભારે બબાલ છેડાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ટીખળ કરી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે " બેકારી તો જુઓ, ગુજરાત ભાજપના પ્રમુખે રીક્ષાના ફેર ચાલુ કર્યા, હા વિકાસ હા, મોજે મોજ. તો વાલી બીજા યુઝર્સે કટાક્ષ કરતાં લખ્યું હતું કે કોંગ્રેસમાંથી નેતાઓને ભાજપમાં લાવવા શટલ સેવાનો પ્રારંભ. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનાં અવનવા ફોટા વાઈરલ થાય હતા જેમાં વાઘાણી ઢોલ વગાડતાં હોય તેવો ફોટો પણ ચર્ચાસ્પદ બન્યો હતો.