loader

Breaking News


Home > Bollywood > Photos : એક મંચ પર ડાંસિંગ અંકલ અને ગોવિંદાની થઇ મુલાકાત, સાથે ડાંન્સ કરતા જોવા મળ્યા


Foto

Photos : એક મંચ પર ડાંસિંગ અંકલ અને ગોવિંદાની થઇ મુલાકાત, સાથે ડાંન્સ કરતા જોવા મળ્યા

June 14, 2018, 11:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સોશિયલ મીડિયામાં બોલીવુડ સ્ટાર ગોવિંદાનાં ડાંન્સથી ફેમસ થયેલા ડાંન્સિંગ અંકલ (સંજીવ શ્રીવાસ્તવ)ની મુંબઇમાં માધુરી દિક્ષીતનાં ડાંસિંગ શો ડાંસ દિવાનેનાં સેટ પર ગોવિંદા સાથે મુલાકાત થઇ હતી. જ્યા તેમણે ગોવિંદાનાં ઘણા ગીતો પર સાથે ડાંસ પરફોર્મન્સ કરી દર્શકોને મનોરંજન પૂરું પાડ્યુ હતુ.





ડાંસિંગ અંકલ આ પહેલા સુનિલ શેટ્ટી અને સલમાન ખાનને પણ પોતાના ડાંસથી તેમના ફેન બનાવી ચુક્યા છે. માધુરી દિક્ષીતનાં ડાંસિંગ શોમાં જ્યારે ડબ્બૂ અંકલનો આમનો-સામનો ગોવિંદા સાથે થયો કે તુરંત જ તેમણે તેમના પગ પકડી લીધા અને પછી તેમને ગળે લગાવી દીધા હતા. આ મુલાકાતમાં તેમણે દર્શકોને પોતાના ડાંસથી મનોરંજન આપવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. વળી તેમના ડાંસને જોઇ માધુરી પણ પોતાને ડાંસ કરતા રોકી ન શકી હતી.