loader

Breaking News


Home > Sports > PHOTOS : ધોનીએ પત્નિ સાક્ષી અને દીકરી જીવા સાથે મનાવ્યો પોતાનો 37મો બર્થ ડે


Foto

PHOTOS : ધોનીએ પત્નિ સાક્ષી અને દીકરી જીવા સાથે મનાવ્યો પોતાનો 37મો બર્થ ડે

July 7, 2018, 10:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કાર્ડિફ : ટીમ ઇંન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે 37મો બર્થ ડે મનાવી રહ્યા છે. આ પહેલા ગઇ કાલે રમાયેલી ઇગ્લેન્ડ ટીમ સામે કારમી હાર મળ્યા બાદ હળવાશનો અનુભવ લેવા ટીમ ઇંન્ડિયાએ એક ખાસ અંદાજમાં ધોનીનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં ધોનીનાં પત્નિ સાક્ષી, તેની દીકરી જીવા અને સાથી ખેલાડી સહિત અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.





ફોટામાં તમે જોઇ શકો છો કે ધોની અને તેના સાથી ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામે પાંચ વિકેટે મળેલી હારને ભૂલી ધોનીનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. જો કે આ સીરીઝમાં હવે ભારત અને ઇંગ્લેન્ડ 1-1ની બરાબરી પર આવી ગયા છે. ધોનીની બર્થ ડે પાર્ટીમાં તેના સાથી ખેલાડીઓએ બર્થ સોંન્ગ ગાયુ હતુ. ધોનીનો આ 37મો બર્થ ડે વધુ યાદગાર બની શકતો જો ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની મેચમાં જીત મેળવી હોત. જો કે હજુ એક મેચ બાકી હોવાથી ટીમનું ધ્યાન તે મેચને જીતી સીરીઝ પોતાના નામે કરવાનું રહેશે.