loader

Breaking News


Home > Gujarat > કપાયેલા વિજ જોડાણની લેણી ભરપાઈ માટે માફીની યોજના જાહેર કરવામાં આવી


Foto

કપાયેલા વિજ જોડાણની લેણી ભરપાઈ માટે માફીની યોજના જાહેર કરવામાં આવી

May 1, 2018, 2:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરક અને ગતિશીલ નેતૃત્વ હેઠલ રાજ્ય સરકારે અનેક પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઈ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલા વિવિધ કક્ષાના વીજજોડાણોવાળા ગ્રાહકોની બાકી લેણી રકમ ભરપાઈ કરવામાં રાહત આપતી માફી યોજના-૨૦૧૭ના અમલીકરણની જાહેરાત કરેલ છે.

આ અંગે વિગતો આપતા ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઊર્જા વિભાગ દ્વારા તા. ૨૫.૪.૨૦૧૮ના ઠરાવથી આ યોજનાના અમલીકરણ માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જે મુજબ ઘર વપરાશના વીજ ગ્રાહકો જો  ઠરાવની તારીખથી ૩ માસની અંદર મૂળ રકમ ભરી દે તો મૂળ રકમમાં ૫૦ ટકા માફી અને વ્યાજ ભરપાઈ કરવામાંથી સંપૂર્ણ માફી અપાશે. ખેતીવાડી ગ્રાહકોને પણ આ જ પ્રકારે જો  ૩ માસની અંદર મૂળ રકમ ભરી દે તો મૂળ રકમમાં ૫૦ ટકા માફી અને વ્યાજ ભરપાઈ કરવામાંથી સંપૂર્ણ ભરે તો વ્યાજમાં પુરેપુરી માફી મળશે.

આ યોજના તા. ૩૧.૮.૨૦૧૭ કે તે પહેલાના કાયમી ધોરણે બંધ થયેલા તથા જેમની બાકી નીકળતી મૂળ રકમ ૧ કરોડ કે તેથી ઓછી હોય તેવા તમામ વીજ જાડાણોને લાગુ પડશે. જે વીજ જાડાણોના બાકી રકમ માટેના દવાઓ કોર્ટમાં પડતર હોય તેવા વીજ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે.