loader

Breaking News


Home > Gujarat > અંબાજીમાં પ્લાસ્ટિક પ્રતિબંધઃ સતત ચાર દિવસથી બજાર બંધ


Foto

અંબાજીમાં પ્લાસ્ટિક પ્રતિબંધઃ સતત ચાર દિવસથી બજાર બંધ

Sept. 19, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મામલે શરૂ થયેલા વિરોધને લઇને સતત ચોજા દિવસે બજારો બંધ જોવા મળ્યા હતા. પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ હળવો કરવાની વેપારીઓએ માંગ કરી હતી.



અંબાજીમાં મેળાનાં આડે માત્ર ૨ દિવસ છે, ત્યારે અંબાજીમાં વેપારીઓ પર થયેલા પોલીસનાં લાઠી ચાર્જનો વિરોધને લઇ ગઇ કાલે અંબાજી સજ્જડ બંદ કરવામાં આવ્યું હતુ. તો બીજી તરફ વેપારીઓ પર થયેલા લાઠી ચાર્જનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. બે વેપારીઓ ઘરેથી આવતા હતા ત્યારે પોલીસે તેમને માર માર્યો હતો. વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ૯ જેટલા વેપારીઓ વિરુધમાં લગાયેલી કલમો પાછી લેવા વેપારીઓએ માંગ કરી હતી. થોડા દિવસ પહેલા રોષે ભરાયેલા વેપારીઓએ અંબાજી ખોડી વકલી સર્કલ પાસે ટાયરો સળગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, અને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. જેના પગલે પોલીસે વેપારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.