loader

Breaking News


Home > Sports > ભારતનાં આ ખેલાડીએ મહિલાઓ પર આપી અભદ્ર ટિપ્પણી, આખરે માંગી BCCI સામે માંફી


Foto

ભારતનાં આ ખેલાડીએ મહિલાઓ પર આપી અભદ્ર ટિપ્પણી, આખરે માંગી BCCI સામે માંફી

Jan. 10, 2019, 11:35 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ મહિલાઓને લઇને અભદ્ર ટિપ્પણી કરી હોવાનુ સામે આવ્યુ છે. જો કે ત્યારબાદ બીસીસીઆઇ એ કારણ બતાઓ નોટીસ ફટકારી હતી. જેના જવાબમાં પંડ્યાએ ટીવી શો પર મહિલાઓની વિરુદ્ધમાં આપેલી ટિપ્પણી પર માંફી માંગી છે. નોટીસનો જવાબ આપવા માટે પંડ્યાને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. પંડ્યાનાં જવાબની એક કોપી પીટીઆઇની પાસે છે. જેમા તેણે કહ્યુ કે, મે એક ચેટ શો દરમિયાન અજાણતા મહિલા વિરુદ્ધ નિવેદન આપ્યુ હતુ, આ નિવેદનથી દર્શકોની ભાવનાઓને ઠેસ પહોચી જેને લઇને હુ વિન્રમતાપૂર્વક માંફી માંગુ છુ.



ભારતનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલો સામે આવતા બીસીસીઆઇએ કારણ બતાઓ નોટીસ ફટકારી હતી. જેના જવાબમાં પંડ્યાએ કહ્યુ હતુ કે, હુ તમને ખાતરી આપવા માંગુ છુ કે મારો ઇરાદો કોઇ પણ વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોચાડવાનો નથી. સમાજનાં કોઇ પણ વર્ગને ખરાબ રીતે બતાવવો તે મારો ઇરાદો નહતો. મે આ નિવેદન શો દરમિયાન વાર્તાલાભ કરતા આપ્યુ હતુ જેની મને ખબર નહોતી કે આ નિવેદન આપત્તિજનક કહેવાશે. પંડ્યાએ વધુમાં કહ્યુ કે, હુ મારા આ નિવેદનનને લઇને માંફી માંગુ છુ અને આગળ આ પ્રકારનું નહી થાય તેની ખાતરી પણ આપુ છુ. ભવિષ્યમાં કોઇપણ નિવેદન આપતા પહેલા હુ વિવેકનો પૂરો ઉપયોગ કરીશ.