loader

Breaking News


Home > Health > ચહેરા પર ગુલાબી નિખાર લાવવા કરો આ કામ


Foto

ચહેરા પર ગુલાબી નિખાર લાવવા કરો આ કામ

July 3, 2018, 1:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આજની ભાગદૌડ ભરી જીંદગીમાં પણ મહિલાઓ પોતાનાં નિખાર પર ખાસ ધ્યાન આપતી હોય છે. ત્યારે મહિલાઓ ખાસ ગુલાબી નિખાર લાવવા માટે અમુક નુસ્ખાઓ અપનાવતી હોય છે.



શું કરશો ગુલાબી નિખાર લાવવા?

૧ ચમચી કાચી હળદરનો રસ, ૨ ચમચી બેસન, ૧ ચમચી દહી તેમજ ૧ ચમચી લીંબુનો રસ બધાને ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને શરીરના ખુલ્લા ભાગ- ચહેરા, ગળુ, ગરદન, હાથ અને પગ પર લગાવી દો. જ્યારે થોડુક સુકાઈ જાય ત્યારે ઉબટનની જેમ ધસીને કાઢી નાંખો. એક જ અઠવાડિયામાં ત્વચાની રંગત બદલાઈ જશે. પીસ્તાને રાત્રે પલાળીને રાખો અને સવારે તેમાં સાકરીયા ભેળવીને પીસી લો. તેમાંથોડીક મલાઈ ભેળવીને ચહેરા પર ધીરે ધરી રગડો અને સુકાઈને જ્યારે તે સંપૂર્ણ રીતે ઉતરી જાય ત્યારે ચહેરાને ધોઈ લો. ચહેરાની કાળાશ દૂર થઈ જશે. અને ગુલાબીપણું આવી જશે.