loader

Breaking News


Home > Health > તમારી ત્વચાને ગ્લો કરવા કરો આ કામ


Foto

તમારી ત્વચાને ગ્લો કરવા કરો આ કામ

Aug. 17, 2018, 1:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સ્કીનને શાઇની બનાવવા માટે તેની કેર કરવી અત્યંત જરૂરી છે. તમારે તમારા બિઝી શિડ્યુલમાં તેની કેર કરવા માટે ચોક્કસ સમય કાઢવો જ જોઇએ. અહીં આપવામાં આવેલી ટિપ્સ તમારે સ્કિનને ગ્લો આપવામાં તમને મદદરૂપ બની શકશે.



સામાન્ય રીતે આપણે બે-ચાર દિવસ સુધી તો સ્કીનની કેર કરતા હોઇએ છીએ પણ આ પછી બિઝી હોવાના કારણે આપણું સ્કીનની કેર કરવા પાછળનું રૂટિન તોડી નાંખીએ છીએ. આવું ન કરવું જાઇએ. રેગ્યુલર સ્કીન કેરનાં રૂટિનને ફોલો કરો. તેનાથી તમારી સ્કીન પરની ગંદકી પણ દૂર થઇ જશે.

સ્કીનનાં નેચરલ ઓઇલને પ્રોટેક્ટ કરવા માટે પરફ્યુમ્ડ સોપનો ઉપયોગ ટાળો. તેના બદલે ક્લીન્ઝર વાપરો, જે તમારી સ્કીનને ડીપ ક્લીઝિંગ કરી શકશે.

ચહેરાની સ્કીન બહુ નાજુક હોય છે માટે તેને ક્યારેય ઘસીને સાફ ન કરો. ઘસવાથી હાઇપર-પિગ્મેન્ટેશન થઇ શકે છે. લૂછતી વખતે પણ હળવા હાથે લૂછો.

બોડી વોશ કરવા માટે એક સારા એન્ટી બેક્ટીરિયલ સોપનો ઉપયોગ કરો. ખાસકરીને પગની સફાઇ પર ધ્યાન આપો. કારણ કે જા વરસાદની સીઝન હશે તો સૌથી ખરાબ હાલત તમારા પગની થશે. ગંદા પાણી અને ડસ્ટથી તેને નુકસાન પહોંચશે.