loader

Breaking News


Home > National > કેરલમાં પૂરની પરિસ્થિતિને ધ્યાને લઇને પીએમએ બોલાવી બેઠક


Foto

કેરલમાં પૂરની પરિસ્થિતિને ધ્યાને લઇને પીએમએ બોલાવી બેઠક

Aug. 18, 2018, 11:05 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરલ : કેરલમાં પૂરની પરિસ્થિતિને કારણે હજારો લોકોએ પોતાના ઘરને છોડવુ પડ્યુ છે. પૂરનાં કારણે અત્યાર સુધીમાં લગભગ 324 લોકોનાં મૌત થયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઇ છે કે પીએમ મોદીએ આ મુદ્દે એક બેઠક બોલાવી પડી છે.



કેરલ પર આવેલ કુદરતી કહેરમાં અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ લગભગ 324 લોકો આ કુદરતી કહેરમાં મૌતને ભેટ્યા છે. શુક્રવારે પીએમ મોદી કેરલ પહોચ્યા હતા. કુદરતી આફત વચ્ચે રાહત-બચાવનું કામ જોરશોરથી ચાલી રહ્યુ છે. પીએમ મોદીએ સીએમ પીનરયી વિજયન, કેંન્દ્રીય મંત્રી કેજે અલફોન્સ અને અધિકારીઓ સાથે બેઠક કરી. કેરલમાં 14 જિલ્લામાંથી 12 જિલ્લાને રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે. મળતી માહિતી અનુસાર કેરલમાં પરિસ્થિતિ હજુ પણ ખરાબ થઇ શકે તેવી વકી છે. હજુ પણ હજારો લોકો ઉચી બિલ્ડીગો ઉપર બેઠ્યા છે અને મદદની આશાએ રાહ જોઇ રહ્યા છે. લગભગ 50 હજારથી પણ વધુ લોકો એર્નાકુલમ અને ત્રિશૂર શિવિરોમાં ફસાયા હોવાનાં અહેવાલ મળી રહ્યા છે.