loader

Breaking News


Home > National > ચાર વર્ષમાં 60 વર્ષ જેટલી સફાઈ થઇ, સ્વછતા અભિયાન વિશે બોલ્યાં PM મોદી


Foto

ચાર વર્ષમાં 60 વર્ષ જેટલી સફાઈ થઇ, સ્વછતા અભિયાન વિશે બોલ્યાં PM મોદી

Sept. 15, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે અમે ચાર વર્ષમાં જે લક્ષ્ય મેળવ્યું છે તે છેલ્લાં 60 થી 70 વર્ષોમાં નથી મેળવી શકાયું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકો સાથે અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન ટાટા સાથે વિડિઓ કોન્ફ્રેસિંગ દ્વારા વાતચીત કરી હતી. અમિતાભે પ્રધાનમંત્રી મોદીને આ અભિયાનનો શ્રેય આપ્યો હતો.

અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે અમે અમારા સ્તર પર કામ કર્યું હતું. મુંબઈના વર્સોવા બીચ પર મેં કઈંક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ એક વ્યક્તિની લાગણી હતી કે મારે સાફ કરવું છે અને તે આગળ વધ્યો તો ત્યારબાદ લોકો સમર્થનમાં આવ્યા. મને લોકોએ કહ્યું હતું કે અહીં સફાઈ માટે જમીન ખોદવાની મશીન નથી તો મેં ખરીદીને આપ્યું હતું.