loader

Breaking News


Home > National > PM મોદી આવતીકાલે ખેડૂતો સાથે નમો એપથી કરશે સંબોધન


Foto

PM મોદી આવતીકાલે ખેડૂતો સાથે નમો એપથી કરશે સંબોધન

June 19, 2018, 5:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસંપર્ક સાથે સંબંધિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આના ભાગરુપે આગામી દિવસોમાં પણ અનેક કાર્યક્રમો યોજાનાર છે. મળેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦મી જૂનના દિવસે દેશભરના ખેડૂતો સાથે નમો એપ અને અન્ય માધ્યમો મારફતે વાતચીત કરશે.

આ ઉપરાંત ભાજપ કિસાન મોરચા તરફથી રાજ્યભરમાં શક્તિ કેન્દ્રો પર ખેડૂતોની સાથે સમૂહમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોને સમૂહમાં સાંભળવામાં આવશે. બીજી બાજુ ૨૧મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણીને પણ ભવ્ય રીતે ઉજવવા ભાજપ દ્વારા જોરદાર તૈયારી કરવામાં આવી છે. જેના ભાગરુપે રાજ્યભરમાં પાર્ટી કાર્યકરો મંડળ અને જિલ્લા સ્તર સુધી કાર્યક્રમોમાં ભાગ લેશે.