loader

Breaking News


Home > National > PM મોદીએ ભાજપ કિસાન કાર્યકર્તાઓને કર્યા સંબોધિત, કહ્યું અમારા બજેટના કેન્દ્રમાં હંમેશા ખેડૂત છે


Foto

PM મોદીએ ભાજપ કિસાન કાર્યકર્તાઓને કર્યા સંબોધિત, કહ્યું અમારા બજેટના કેન્દ્રમાં હંમેશા ખેડૂત છે

May 2, 2018, 10:02 a.m.
      Whatsapp   

માનવમિત્ર, કર્ણાટક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીનાં કર્ણાટક કિસાન એકમનાં કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા માટે કામ કરી રહી છે. અમારી સરકારે હજુ સુધી જેટલા બજેટ રજુ કર્યા છે તેના કેન્દ્રમાં હંમેશા ખેડૂત જ રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પાછલા ઘણા સમયથી કેન્દ્ર સરકાર જે રીતે ખેડૂતો માટે કામ કરી રહી છે તેને કર્ણાટકની સરકાર આગળ વધવા નથી દેતી. અમારી નીતિ કૃષિ અને ખેડૂતો સાથે જોડાયેલ છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલથી જ કર્ણાટકમાં ચુંટણી પ્રચારમાં શરૂઆત કરી છે. નરેન્દ્ર મોદીએ ગઈકાલે કર્ણાટકમાં ત્રણ રેલીઓને સંબોધિત કરી હતી.

કિસાન કાર્યકર્તાઓઓ સાથે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અમારી સરકારે દેશભરનાં ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપ્યા છે. ફક્ત કર્ણાટકમાં જ એક કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યાં છે.