loader

Breaking News


Home > National > PM મોદીએ વિકાસનાં સ્વપ્ન બતાવ્યાં પરંતુ ગાંધી પરિવારે બલિદાન આપ્યાં : શરદ પવાર


Foto

PM મોદીએ વિકાસનાં સ્વપ્ન બતાવ્યાં પરંતુ ગાંધી પરિવારે બલિદાન આપ્યાં : શરદ પવાર

Oct. 26, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : એનસીપી નેતા શરદ પવારે ગાંધી પરિવાર પર નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી કહે છે કે આ દેશ પર એક પરિવારે શાસન કર્યું છે પણ હું તેમને જણાવવા માંગુ છું કે આ પરિવારે દેશ માટે ઘણો ત્યાગ કર્યો છે. પવારે કહ્યું હતું કે જવાહરલાલ નહેરુ ઘણી વખત જેલ ગયા હતા. બધા જ જાણે છે કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા કઈ રીતે કરવામાં આવી હતી.

શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા જણાવ્યું હતું કે તમે વિકાસના સ્વપ્ન બતાવ્યાં હતા હવે તમારી પાસે વિકાસ બાબતે કહેવા માટે કંઈ પણ નથી એટલા માટે તમે એક પરિવાર બાબતેં વાત કરી રહયા છો. ઉલ્લેખનીય છે કે શરદ પવાર આવી રહેલ વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવું માટે સમગ્ર વિપક્ષને એક કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ નિવેદન પણ આપ્યું હતું કે રાહુલ ગાંધી આ વખતે પ્રધાનમંત્રી નહિ બને. આ નિવેદન થકી તેઓ વિપક્ષી એકતા મજબૂત બનાવતા જોવા મળી રહ્યા છે.